અમેરિકાની કાન્યા સેસરે તાજેતરમાં જ અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 32 વર્ષીય કાન્યાએ સ્કેટબોર્ડ પર માત્ર હાથના સહારે 19.65 સેકન્ડ સુધી ઊભા રહેવાનો રેકોર્ડ ઊભા રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેનું નામ ગિનીસ બુકમાં પણ નોંધાયેલું છે. જન્મથી જ કાન્યા દિવ્યાંગ હતી, પણ બંને પગ ન હોવા છતાં જીવનમાં ક્યારેય હાર માની ન હતી. કાન્યાનું કહેવું છે કે આ ક્ષણ તેના માટે જીવન બદલી નાખનારી હતી. ઈતિહાસ બનાવવો મારા માટે મોટી વાત છે. કાન્યાનો જન્મ 1992માં થયો હતો. જન્મ પછી તરત જ તેનાં માતા-પિતાએ તેને રસ્તા પર ફેંકી દીધી. ત્યાંથી પસાર થતી વખતે એક મહિલા કાન્યાને હોસ્પિટલ લઈ ગઈ. 1998 સુધી કાન્યાની દેખભાળ માત્ર હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરાઇ હતી. પાંચ વર્ષની ઉમરે કેલિફોર્નિયાના એક પરિવારે કાન્યાને દત્તક લીધી. જીવનમાં તમામ પડકારો હોવા છતાં કાન્યાએ વ્હીલચેર રેસિંગ, વ્હીલચેર રગ્બી, સ્વિમિંગ અને સ્લેજ હોકી જેવી રમતોમાં પણ ભાગ લીધો છે. કાન્યા અભિનેત્રી અને મોડેલ પણ છે.