અમેરિકાની ટેક કંપની રિયલબોટિક્સે આરિયા નામની એક એઆઈ રોબોટ બનાવી છે. આશરે દોઢ કરોડ રૂપિયાની કિંમત ધરાવતી આરિયાની ખાસિયત છે કે તે ન માત્ર માણસો જેવી દેખાય છે પરંતુ તે માણસોની જેમ ભાવનાઓને પણ વ્યક્ત કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે આરિયાને બનાવવા પાછળનો હેતુ લોકોની એકલતા દૂર કરવાનો છે. આરિયાના ચહેરા, વાળની ડિઝાઈન પણ બદલી શકાય છે. આરિયાએ જણાવ્યું કે તે ઓપ્ટિમસ રોબોસ સાથે મુલાકાત કરવા માગે છે.