માલદિવઃ એક કોર્ટે પૂર્વ પ્રમુખ અબ્દુલ્લા યામીનના ૬૫ લાખ ડોલર સીઝ કરવા કરેલા ઓર્ડર પછી તેની સામે પોલીસે ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી હતી. ફરીથી ચૂંટાવવા યામીને નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને ૧૫ લાખ ડોલરની લાંચ લીધી હોવાનો તેમની સામે આક્ષેપો થયા હતા. દેશની નાણાકીય સંસ્થાએ યામીનના ખાનગી બેંકના બે શંકાસ્પદ ખાતામાં કથિત દાનરૂપે લીધેલા પૈસા બદલ પોલીસ ફરિયાદ કરી હતી. યામીને જોકે તમામ આક્ષેપો નકાર્યા હતા. ૩.૪ લાખ સુન્ની મુસ્લિમોની વસ્તી ધરાવતા દેશમાં યામીને પોતાને નાણાકીય અને રાજકીય ટેકા માટે ચીન પર મોટો આધાર રાખ્યો હતો.