માલેઃ માલદીવની સંસદીય ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદના માલદિવિયન ડેમોક્રેટિક પક્ષ (એમડીપી)ને બે તૃતીયાંશ બહુમતી મળી ગઈ છે. સંસદમાં ૮૭ બેઠકો છે. શરૂઆતના પરિણામોમાં એમડીપીને ૬૦ બેઠકો મળી છે. એમડીપીની વિરોધી પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ (પીપીએમ) માત્ર ૭ બેઠકો જ જીતી શકી છે. અન્ય અપક્ષ ઉમેદવાર પણ નીશદના પક્ષને ટેકો આપી શકે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટમીમાં નશીદના જ પક્ષના ઉમેદવાર ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે તાત્કાલિક પ્રમુખ અને પીપીએમના ઉમેદવાર અબ્દુલ્લા યામીનને હરાવ્યા હતા. હકીકતમાં, યાદીમને નશીદના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. નશીદ ૨ વર્ષથી શ્રીલંકામાં નિર્વાસિત જીવન જીવી રહ્યા હતા.
તેમના પર આરોપ હતો કે ૨૦૧૨માં તેમણે પ્રમુખપદે રહેતા એક જજને કેદી બનાવી લીધા હતા. તેમને ૧૩ વર્ષની સજા સંભળાવાઈ હતી, પરંતુ સારવાર માટે બ્રિટન જવાની મંજૂરી પણ મળી હતી. નશીદ બ્રિટનમાં સારવાર પછી શ્રીલંકા જતા રહ્યા હતા.