નવી દિલ્હીઃ બાંગ્લાદેશના સ્થાપક ‘બંગબંધુ’ શેખ મુજીબુર રહેમાન અને ઓમાનના પૂર્વ સુલતાન કાબુસ બીન સઈદ અલ સઈદને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત થશે.
બંને વિદેશી શાસકોને આ એવોર્ડ મરણોત્તર એનાયત થશે. ‘બંગબંધુ’ તરીકે જાણીતા શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના સ્થાપક ગણાય છે. બાંગ્લાદેશની સ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણી થઈ રહી છે અને એમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેવા નરેન્દ્ર મોદી જવાના છે તે પહેલાં જ સ્થાપક અને બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ શેખ મુજીબુર રહેમાનને ગાંધી શાંતિ પુરસ્કાર-૨૦૨૦ આપવાની જાહેરાત થઈ છે.
જાન્યુઆરી-૨૦૨૦માં ૭૯ વર્ષની વયે જેમનું નિધન થયું છે તેવા ઓમાનના પૂર્વ સુલતાન કાબુસ બીન સઈદને વર્ષ ૨૦૧૯નો ગાંધી શાંતિ એવોર્ડ એનાયત થશે. બંને વિદેશી શાસકોને આ સમ્માન મરણોત્તર અપાશે. ભારત સરકાર ૧૯૯૫થી દર વર્ષે ગાંધી પીસ પ્રાઈઝ એનાયત થાય છે. જેમણે અહિંસાના માર્ગે શાંતિ સ્થાપનાના પ્રયાસો કર્યા હોય તેમને આ એવોર્ડ આપવામાં આવે છે.