કાબુલઃ અફઘાન તાલિબાનોએ 2001માં છઠ્ઠી સદીના બુદ્ધ ઓફ બામિયાનનો નાશ કર્યો ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નિંદા થઈ હતી. હવે આ સાઈટનું રક્ષણ કરવાનો હવાલો નવનિયુક્ત પ્રોવિન્સિયલ ગવર્નર તરીકે આ તોડફોડ કરનાર વ્યક્તિ અબ્દુલ્લા સરહદીને જ સોંપાયો છે. તેના પર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ પર ગેરકાયદેસર ખોદકામને મંજૂરી આપવાનો ગયા મહિને આરોપ મૂકાયો હતો. લૂંટારાઓએ અગાઉ કદી ન ખોલાયેલી ગૂફાઓમાંથી કદાચ ખજાનો મળી રહેશે તેવી આશામાં ખોદકામ કર્યું હતું. ગાર્ડ્સે ગવર્નરને પરિસ્થિતિથી વાકેફ કરવા ફોન કર્યો. તે તેમને ખોદકામ માટે આવેલા લોકોને જવા દેવા જણાવ્યું હતું.