મેક્સિકો સિટી: મેક્સિકો સરહદેથી અમેરિકામાં ડ્રગ્સની દાણચોરી સામે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત મેક્સિકો પર દબાણ વધારી રહ્યા છે. મેક્સિકોની ડ્રગ કાર્ટેલ પર નિયંત્રણ માટે ટ્રમ્પે પડોશી દેશ પર ટેરિફનું શસ્ત્ર ઉગામતા આખરે મેક્સિકો ઘૂંટણીયે પડયું છે. ટ્રમ્પે મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે ત્યારે મેક્સિકોએ ડ્રગ માફિયા રાફેલ કારો ક્વીન્ટેરો સહિત 29 ડ્રગ્સ દાણચોરો અમેરિકાને હવાલે કર્યા હતા.
ટ્રમ્પ સરકારે મેક્સિકોના ડ્રગ્સ દાણચોરો પર લગામ કસી છે. આવા સમયે મેક્સિકન અધિકારીઓ મંગળવારથી તેમના દેશમાંથી અમેરિકામાં નિકાસ થતા બધા જ સામાન પર 25 ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પની ધમકીને નાથવાનો પ્રયત્ન કરી રહ્યા છે.