અમદાવાદ: માર્કેટ રેગ્યુલેટર ‘સેબી’એ ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસી પાસેથી રૂ. 5.35 કરોડનો દંડ વસૂલવા માટે તેના બેંક, ડિમેટ અને મ્યુચ્યુલ ફંડ હોલ્ડિંગ એકાઉન્ટ્સ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ગયા ઓક્ટોબરમાં ‘સેબી’ તરફ્થી ચોક્સીને કરાયેલા દંડની ચૂકવણીમાં આરોપીની નિષ્ફળતાને પગલે ‘સેબી’એ આ નિર્ણય લીધો છે. માર્કેટ રેગ્યુલેટરે ગીતાંજલિ જેમ્સના શેર્સમાં ગેરરીતિ આચરવાના કિસ્સામાં ચોક્સીને દંડ ફ્ટકાર્યો હતો. મેહુલ ચોક્સી ગીતાંજલિ જેમ્સનો ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હોવા સાથે પ્રમોટર ગ્રૂપનો ભાગ હતો. ચોક્સી અને તેનો ભાણેજ નિરવ મોદી બંને પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 14,000 કરોડથી વધુનું કૌભાંડ આચરવાના આરોપનો સામનો કરે છે. વર્ષ 2018ની શરૂમાં પીએનબી સ્કેમ બહાર આવ્યાં પછી બંને ભારત છોડીને ભાગી ગયા છે.