પેરિસઃ દેશ કોઇ પણ હોય રસ્તાઓ પરના ખાડાના લીધે પરેશાની દરેક વ્યક્તિને થાય છે. આવા ખાડાઓ અનેકવાર ગંભીર અકસ્માતનું કારણ પણ બનતા હોય છે. જોકે યુરોપમાં આ સમસ્યાને દૂર કરવાનું કામ લોકલ એડમિનિસ્ટ્રેશન નહીં, પણ એક ફ્રેન્ચ કલાકાર કરી રહ્યો છે. આ કલાકાર ખાડાને રંગીન મોઝેકથી ભરવાનું કામ છેલ્લાં સાત વર્ષ એટલે કે 2016થી કરે છે. તેનું નામ ફ્રેન્ચ સ્ટ્રીટ કલાકાર એમમેમ છે. તેને ‘ફૂટપાથ સર્જન’ નામે પણ ઓળખાય છે.
એમમેમ જોખમી ખાડાને એક સુંદર ફોટોગ્રાફિક મોમેન્ટમાં રૂપાંતરિત કરવા માટે સતત કામ કરે છે, જેથી લોકો સુરક્ષિત રીતે રસ્તા પર ચાલી શકે છે. આ કલાકારે અત્યાર સુધીમાં યુરોપનાં આશરે 400 કરતા પણ વધુ સ્થળોને પોતાની કલાકારીથી સુંદર અને ચાલવાલાયક બનાવી દીધા છે.
સ્ટ્રીટ લેમ્પની રોશનીમાં કામગીરી
આ કલાકાર એમેમેમ પોતાનું કામ હંમેશા સ્ટ્રીટ લાઇટની રોશનીમાં કરે છે. તે મોઝેકની મદદથી આ કામ કરે છે. જે પરંપરાગત રીતે ટેરાકોટા, કાચના ટુકડા, અન્ય ચીજો તેમજ સંગેમરમરથી બનેલી નાની-નાની ટાઇલ્સ હોય છે. સામાન્ય રીતે તે ફ્લોર અને દીવાલ પર લગાવાય છે.