એથેન્સઃ ગીતનો આરંભ થાય છે, હારમોનિયમની ચાવી પર આંગળીઓ ફરતી જાય છે, તબલા પર થાપ વાગે છે અને મારું મન ઘરમાં મોડી સાંજે કોચ પર પહોંચી જાય છે, જ્યાં મારાં પિતા તેમની પસંદગીની ગઝલો સાંભળતા હતા. કોરસ ગાન વધતું જાય છે અને મારી આંખો કોઈ પ્રકારના સંમોહન હેઠળ બંધ થઈ જાય છે અને સંગીતની મધુરતાની સાથે મારું મસ્તક પણ ડોલવા લાગે છે.
તેઓ કહે છે કે સંગીત માનવજાતને પ્રાપ્ત એક ચમત્કાર સમાન છે. ભારતીય લોકસંગીતના ભારે પ્રશંસક મારાં પિતા તેમની મોટાભાગની સાંજ જગજીતસિંહ, ગુલામઅલી, નુસરત ફતેહ અલી ખાન, મોહમ્મદ રફી અને ઓસ્માણ મીર સહિતના ગાયકોના ગીતો સાંભળવામાં પસાર કરતા હતા. તેઓ પોતાના માટે યુ ટ્યુબ પર પ્લે લીસ્ટ તૈયાર કરવામાં મને મારા ભાઈ અને બહેનોને પણ કામે લગાવી દેતા હતા અને સંગીતની આધ્યાત્મિક અસર હેઠળ પોઢી જતા હતા. મારા પિતા કિશોર બારોટ કેન્સર સાથેના લાંબા સંઘર્ષ સાથે ૨૦૧૨માં ચિરનિદ્રામાં પોઢી ગયા હતા. હવે મારાં માટે સંગીત તેમની યાદગીરીના સાઉન્ડ ટ્રેકની ગરજ સારી રહ્યું છે.
આથી, એથેન્સમાં મોરારિબાપુની રામકથાના પ્રવાસના છેલ્લા દિવસે એવી જાહેરાત કરાઈ કે બીજા દિવસની સાંજે ઓસ્માણ મીરનું કોન્સર્ટ યોજાવાનું છે, ત્યારે કોઈપણ જાતના કચવાટ વિના મેં મારી ફ્લાઇટનું સમયપત્રક બદલી નાખ્યું. ઓસ્માણ મીર અને તેમના મ્યુઝિક બેન્ડથી સર્જાયેલાં અભૂતપૂર્વ વાતાવરણમાં હું અને મારી માતા છેલ્લે બેસી રહ્યાં હતાં. આ થોડા કલાકોમાં અમને બંનેને સંસ્મરણોની મજબૂત લાગણીના બંધન બાંધી અમારાં લિવિંગ રૂમમાં પિતાની સાથે કોચ પર બેસીને સંગીતની રંગત માણવા પહોંચાડી દીધા હતા. જો આ ચમત્કાર નથી તો શું છે તેની મને ખબર નથી. આ અદભુત કથાના આયોજન બદલ પોપટ પરિવાર અને સંકળાયેલા તમામનો આભાર માનવાના શબ્દો પણ મારી પાસે નથી.
સિત્તેરના દાયકાના આરંભકાળની સરખામણીએ કેન્સરનું નિદાન, રિકવરી અને આયુષ્ય મર્યાદા ઘણી વધી છે. આમ છતાં, હજુ તે ગંભીર રોગચાળો જ ગણાય છે. વિજયેતાએ ૨૦૧૨માં તેમનાં પિતાને કેન્સરમાં ગુમાવ્યાં હતાં.