મ્યાંમારમાં મળેલા ગુંદરના એક ટુકડામાં ૧૦ કરોડ વર્ષ અગાઉ ખીલેલું ફૂલ મળી આવ્યું છે. અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ આ ફૂલની ઓળખ એક નવી પ્રજાતિ તરીકે કરી છે. આ ફૂલ ક્રિટેશસ કાળમાં જોવા મળતું હતું, જે ગુંદરના ટુકડામાં જામી ગયું હતું અને હવે આટલા વર્ષે બહાર આવ્યું છે. વિજ્ઞાની જ્યોર્જ પ્વાઇનર જૂનિયરે જણાવ્યું કે આ ફૂલ ૧૦ કરોડ વર્ષ પૂર્વેના જંગલનો હિસ્સો હતું. આ ફૂલના અભ્યાસથી પૌરાણિક કાલખંડ સાથે સંકળાયેલા અનેક રહસ્યો પરથી પરદો ઊંચકાશે તેવી આશા પુરાતત્વવિદોને છે.