નવી દિલ્હીઃ દાયકાઓ સુધી લશ્કરી શાસન પછી મ્યાનમાર દ્વારા એક નવા કદમ પછી ભારતે પોતાના આ પડોશી દેશની સફરના દરેક કદમ પર હૃદયપૂર્વક સાથ આપવાનું વચન આપ્યું છે. બંને દેશોએ પોતાના સંબંધોને ઊંડાણપૂર્વકના અને ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિઓનો સામનો કરવા સક્રિય રીતે સહયોગ આપવાનો ઈરાદો જાહેર કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંગ સાન સૂ ચીની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રસી (એનએલડી)ની નવી સરકાર દ્વારા કરાઈ રહેલા પ્રથમ શિખર મંત્રણા દરમિયાન મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ તિન ક્યોવ સાથે ગહન મંત્રણા કરી હતી અને મ્યાનમારની આંતરિક શાંતિ પ્રક્રિયા પ્રત્યે ભારતને પૂરેપુરું સમર્થન જાહેર કર્યું હતું. બંને દેશોએ સંપર્ક, ઔષધિ તેમજ અક્ષય ઉર્જા ઉપરાંત કૃષિ, બેન્કિંગ અને વીજળી સહિત અનેક અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ચાર સંમતિ પત્રો પર હસ્તાક્ષર
કર્યા હતા. પોતાના ક્ષેત્રમાં આતંકવાદી પ્રવૃતિઓના પડકારોનો મુકાબલો કરવામાં સહયોગ પણ અપાશે.