નાયપિટોઃ મ્યાનમારમાં સત્તાપલટા અને સૈન્ય શાશન વિરુદ્ધ લોકશાહીના સમર્થકો દ્વારા દેખાવો અને આંદોલન સતત વદી રહ્યું છે. આંદોલનકારીઓને મ્યાનમાર સેનાને સાથ આપતી ચીની સરકાર સામે પણ રોષ હોવાનું જણાય છે. મ્યાનમાર સેના દ્વારા બખ્તરબંધ ટેન્કો રસ્તા પર ઉતારાઈ છે અને પેટ્રોલિંગ કરતી ટેન્કોના કારણે સ્થિતિ તણાવગ્રસ્ત છે. સેનાએ આંદોલનકારીઓને ચેતવણી આપી છે કે, સશસ્ત્રદળોની કાર્યવાહીમાં અવરોધકોને ૨૦ વર્ષની જેલ થઈ શકે છે. આ બધા વચ્ચે યુરોપિયન યુનિયન, બ્રિટન અને કેનેડા સહિત ૧૨ દેશે મ્યાનમાર સેનાને સશસ્ત્ર કાર્યવાહી ન કરવાની સલાહ આપી છે.