જકાર્તા: મ્યાનમાર પોલીસે એશિયાના સૌથી મોટા સિન્થેટિક ડ્રગ્સ તસ્કરી કૌભાંડને પકડી પાડયું છે અને એશિયામાં સૌથી મોટી વધુ પ્રમાણમાં આ ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે. પોલીસે આશરે ૧૮ ટન એટલે કે ૧૮૧૪૩ કિલો ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. એક સાથે આટલા મોટા જથ્થામાં એશિયામાં પહેલી વખત ડ્રગ્સ ઝડપાયું છે જે તસ્કરો માટે મોટી ફટકાર સમાન માનવામાં આવે છે. ડ્રગ્સની થેલીઓની સંખ્યા એટલી મોટી હતી કે તેને ગોઠવવા માટે મ્યાનમાર પોલીસે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવો પડયો હતો. જે સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું છે તેમાં મેથામફેટામાઇન, કેમિકલ વગેરેનો પણ સમાવેશ થાય છે.