સનાઆઃ યમનમાં તાજેતરમાં થયેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘવાયા છે. આ હુમલો યમનમાં શિયા મુસ્લિમોના બળવો કરનારા ઈરાન સમર્થિત હુથી સંગઠને કર્યો હતો. સુરક્ષા વિભાગે જણાવ્યું છે કે, મરાબીમાં આવેલી મસ્જિદમાં મિસાઇલોથી થયેલા હુમલામાં સ્થળ પર જ ૧૦૦ લોકો માર્યા ગયા હતા જ્યારે ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ઘાયલોની સંખ્યા ૧૬૦થી વધુ છે. જે વિસ્તારમાં હુમલો કરાયો તેને યમન સૈન્ય કેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ હુમલામાં ૮૦ જવાનોનાં મૃત્યુ થયાં હતાં.યમન સરકાર સાઉદી અરબના નેતૃત્વમાં રચાયેલા સૈન્યનું સમર્થન ધરાવે છે.જોકે અમેરિકી એરસ્ટ્રાઈકમાં ઈરાનના કમાન્ડર સુલેમાની માર્યા ગયા પછી તહેરાને અમેરિકી સૈન્ય મથક પર કરેલા રોકેટ હુમલા પછી વિસ્તારમાં તંગદિલી પ્રવર્તી રહી હતી.