અબુધાબીઃ યુએઈ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુોએઈનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ મેડલથી નવાજવામાં આવશે. યુનાઇટેડ આરબ અમીરેટ્સનાં પ્રિન્સ ક્રાઉન મોહમ્મદ બિન ઝાયેદ દ્વારા ટ્વિટ કરીને આની જાહેરાત કરવામાં આવી હતી. યુએઈનાં પ્રિન્સે કહ્યું હતું કે, ભારત સાથેનાં યુએઈનાં સંબંધો ઐતિહાસિક છે અને વ્યૂહાત્મક વ્યાપારી સંબંધો છે. આ સંબંધોને વધારે મજબૂત કરવામાં મારા મિત્ર અને ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. પ્રિન્સ ક્રાઉને ટ્વિટમાં લખ્યું હતું કે, બંને દેશો વચ્ચેનાં સંબંધોને મજબૂત કરવાનાં મોદીનાં પ્રયાસોની પ્રશંસા કરીને યુએઈનાં રાષ્ટ્રપતિએ તેમને ઝાયેદ મેડલથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે ભારતીય સમાજની વિવિધતા, સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ તેમજ સન્માનની સંસ્કૃતિની પ્રશંસા કરી હતી.
મોહમ્મદ બિન ઝાયેદે કહ્યું હતું કે, ભારત સાથેનાં યુએઈનાં સંબંધો ઐતિહાસિક છે. આ સંબંધોને મજબૂત કરવામાં ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. મોદીએ કહ્યું હતું કે, આ સન્માનનો હું વિનમ્રતા સાથે સ્વીકાર કરું છું. તમારા દૂરંદેશી નેતૃત્વમાં આપણી રણનીતિક ભાગીદારી નવી ઊંચાઈએ પહોંચી છે.