યુએઈમાં ચીની સૈન્ય મથકઃ અમેરિકા ચોંક્યું

Sunday 28th November 2021 05:18 EST
 
 

અબુધાબીઃ ભારત વિરુદ્ધ ચારેબાજુથી મોરચો માંડી રહેલા ચીને વધુ એક દુસ્સાહસ કરતાં સંયુક્ત આરબ અમીરાતમાં સૈન્ય મથકનું હરકતથી અમેરિકા ચોંકી ઊઠ્યું છે અને ખાડી દેશ સાથે બેઠકો અને મુલાકાતોનો દોર શરૂ કર્યો છે.
અમેરિકાની બાઈડન સરકાર અબુ ધાબી પાસે ચીનની પોર્ટ પરિયોજનાનું નિર્માણ કાર્ય રોકવા દબાણ વધારી રહી છે. એવું માનવામાં આવે છે કે પોર્ટ પરિયોજનાની આડમાં ચીનનો સૈન્ય ઉદ્દેશ થઈ શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલના શુક્રવારના એક અહેવાલથી ભારે ખળભળાટ મચી ગયો હતો. જેમાં ખુલાસો કરાયો હતો કે અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ ખલીફા પોર્ટ પર એક મોટી ઈમારતના નિર્માણ માટે વિશાળ ખાડો ખોદવામાં આવ્યાનું જાણ્યું છે.
આ જગ્યા અબુ ધાબીથી ઉત્તરમાં ૮૦ કિમી દૂર સ્થિત છે જ્યાં ચીનના સીઓએસસીઓ શિપિંગ જૂથે એક મોટું કોમર્શિયલ કન્ટેઈનર ટર્મિનલ બનાવ્યું છે. જેનું સંચાલન પણ શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે વર્ષની શરૂઆતમાં તપાસથી બચવા નિર્માણાધીન વિશાળ જગ્યાને કવર કરવામાં આવી હતી. અજ્ઞાત સૂત્રોએ જણાવ્યું કે અમેરિકાને ડર છે કે ચીન વેપાર અને વેક્સિન કૂટનીતિના માધ્યમથી વૈશ્વિક ધાક જમાવવા અને પોતાના ઉદ્દેશોનો સિદ્ધ કરવા ખાડી દેશમાં એક સૈન્ય મથક ઊભું કરવા પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ આ રિપોર્ટ સામે આવ્યા બાદ બાઈડન તંત્ર હરકતમાં આવતાં યુએઈ સરકારે ચીન સાથે કોઈ સૈન્ય સમજૂતી ન થયાનો અને આવો કોઈ ઈરાદો ન હોવાનો બચાવ કર્યો હતો. વ્હાઈટ હાઉસે યુએઈને ચીનની હાજરીથી દ્વિપક્ષીય સંબંધોને અસર થવાની ચેતવણી આપી હતી. અમેરિકામાં ચીની દૂતાવાસે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter