નવી દિલ્હીઃ ભારતીય રાજદૂત વિદિશા મૈત્રા વહીવટી અને બજેટ સંબંધી સવાલો બાબતોની સંયુક્ત રાષ્ટ્રસંઘની સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે ચૂંટયા ાછે. ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ મૈત્રાને ૧૨૬ મત મળ્યા હતા. એશિયા પ્રશાંત ગ્રૂપમાં મૈત્રાના હરીફ ઇરાકના અલી મોહમ્મદ ફઇક અલ દબગને ૬૪ મત મળ્યા હતા. મૈત્રાની મુદત પહેલી જાન્યુ. ૨૦૨૧થી શરૂ થઈને ૩ વર્ષની રહેશે.