રાઉલઃ ઉત્તર કોરિયા પર અમેરિકા ઉપરાંત વિશ્વની દરેક મહાસત્તાનું દબાણ છે, છતાં પરમાણુ પરીક્ષણો ચાલુ છે. ઉત્તર કોરિયાએ હવે એક એવી પરમાણુ સક્ષમ મિસાઇલનું પરિક્ષણ કર્યું છે કે જે અમેરિકા સુધી જઇને પણ હુમલો કરવા માટે સક્ષમ છે. એવું ઉત્તર કોરિયાએ જાહેર કર્યું છે. ઉત્તર કોરિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે અમે અમેરિકાને ઉડાવી મારીશું. બીજી તરફ ઉત્તર કોરિયાને જવાબ આપવા દ. કોરિયાએ પણ મિસાઇલ ડ્રીલ હાથ ધરી હતી.
ઉત્તર કોરિયાએ સાથે એમ પણ દાવો કર્યો હતો કે અમે અમેરિકા જેટલો જ પરમાણુ સક્ષમ દેશ ઉત્તર કોરિયાને પણ બનાવી દીધો છે. જો અમેરિકા પાસે વિશ્વના કોઇ પણ ખૂણે જઇને હુમલો કરી શકે તેવા હથિયારો હોય તો હવે અમારી પાસે પણ છે. ઉત્તર કોરિયાના ટેલિવિઝન પ્રેઝેન્ટેટર રી ચુન હીએ જણાવ્યું હતું કે અગાઉ જે પરમાણુ પરિક્ષણમાં મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનાથી આ વધુ સોફેસ્ટિકેટેડ છે. આ સિસ્ટમને આસીબીએમ વોસોંગ-૧૫ તરીકે ઓળખવામા આવે છે. મિસાઇલ ૪,૪૭૫ કિમી એટિટયૂડ સુધી પહોંચી હતી. આ મિસાઇલની ક્ષમતા આશરે ૧૩,૦૦૦ કિમી છે. જે ઉત્તર કોરિયાથી છોડવામાં આવે તો અમેરિકા જઇને પડે તેટલી ક્ષમતા ધરાવે છે.