સિએટલઃ દુનિયા કોરોના વાઈરસ સામે લડવા માટે ઝઝૂમી રહી છે, ત્યારે અમેરિકાએ મંગળવારથી રસીના પરીક્ષણની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાતોના મતે તો રસી તૈયાર કરવામાં ત્રણથી લઈને ૧૮ મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ અમેરિકાએ રસી તૈયાર કરવામાં ઝડપ દાખવી છે.
જોકે રસી કેટલી કારગત સાબિત થાય છે એ તો પરીક્ષણ પછી જ ખબર પડશે. અમેરિકામાં પ્રાથમિક ધોરણે ૪૫ દરદીઓને રસીનો ડોઝ આપવામાં આવશે. અમેરિકાના સિએટલમાં આવેલી કૈઝર પરમેનેન્ટ વોશિંગ્ટન હેલ્થ રિસર્સ ઈન્સિટયૂટે આ પહેલ કરી છે.
વિજ્ઞાનીઓએ જણાવ્યુ હતું કે આ રસી વાઈરસમાંથી તૈયાર નથી. માટે તેનો ચેપ લાગે એવી કોઈ શક્યતા નથી. સામાન્ય રીતે વાઈરસ દ્વારા ફેલાતા રોગની રસી પણ એ વાઈરસનો ઉપયોગ કરીને તૈયાર થતી હોય છે. આ રસીનો ડોઝ લેવા
માટે કેટલાક વ્યક્તિ સ્વેચ્છાએ તૈયાર થયા છે, પરંતુ
તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.