કીવઃ રશિયાના સૈન્યએ રવિવારે લુહાન્સ્ક પ્રાંતમાં યુક્રેનના નિયંત્રણ હેઠળના છેલ્લા મોટા શહેર પર કબજો કરી લીધો. રશિયાના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો કે યુક્રેનના પૂર્વ ક્ષેત્રમાં આવેલા લુહાન્સ્ક પ્રાંતના મહત્ત્વપૂર્ણ શહેર પર કબજો કરી લેવાયો છે. તેના પછી સંપૂર્ણ ડોનબાસ પર કબજો કરવા માટે રશિયા તેના લક્ષ્યની નજીક પહોંચી ગયું છે. યુક્રેનના સૈનિકો ગત અનેક સપ્તાહથી લિસિચાન્સ્ક શહેરને બચાવવા પ્રયાસ કરી રહ્યા હતા અને હવે રશિયાની તુલનાએ તેમની સ્થિતિ નબળી થઈ ચૂકી છે. પાડોશી સિવિએરો ડોનેત્સ્ક પર એક અઠવાડિયા પહેલા જ રશિયાનો કબજો થઈ ચૂક્યો હતો.
લુહાન્સ્કના ગવર્નરે રવિવારે સવારે સૈન્યની મજબૂત સ્થિતિની માહિતી આપી હતી.