ન્યૂ યોર્કઃ યુએનની મહાસભામાં હાજરી આપવા અહીં આવી પહોંચેલા બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાપ્રધાન મુહમ્મદ યુનુસ સામે તેમના જ દેશવાસીઓએ જબ્બર દેખાવો યોજ્યા હતા, અને ‘પાછા જાવ, સત્તા છોડો’ તેવા લખાયેલાં પ્લેકાર્ડઝ સાથે નારાઓ લગાવવા શરૂ કરી દીધા હતા. આ સમયે સહજ રીતે જ માર્ગોની બાજુએ ઉભેલા ન્યૂ યોર્કવાસીઓ તુલના કરી રહ્યા હતા કે એક તરફ નરેન્દ્ર મોદીને આવકારવા 25 હજારથી વધુ ભારતીઓ ઉપસ્થિત રહ્યા હતા, તો બીજી તરફ બાંગ્લાદેશના વડાપ્રધાનને ધિક્કારતા હજ્જારો બાંગ્લાદેશવાસીઓએ ‘પાછા જાવ, સત્તા છોડો’ના નારા લગાવવા શરૂ કર્યા હતા. વિદેશનાં દૂતાવાસોએ પણ તેની નોંધ લીધી હતી.