સ્ટાર્સબર્ગઃ કાશ્મીર અંગે દુષ્પ્રચાર કરી રહેલા પાકિસ્તાની યુરોપિયન સાંસદે આકરી ટીકા કરી રહેલા પાકિસ્તાનની યુરોપિયન સંસદે આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે આપણે ભારતનું સમર્થન કરવું જોઈએ કારણ કે પાકિસ્તાનમાં આતંકીઓને રક્ષણ મળે છે. તે પડોશી દેશ પર હુમલા કરે છે. યુરોપિયન સંસદે ૧૧ વર્ષમાં પહેલીવાર કાસ્મીર મુદ્દે ચર્ચા કરી અને ખુલીને ભારતનું સમર્થન કર્યું હતું. પોલેન્ડના નેતા રિજાર્ડ જાનેકીએ કહ્યું કે આતંકીઓ ચંદ્ર પરથી નથી આવતા પાડોશી દેશ પાકિસ્તાનમાંથી જ આવે છે. ઇટાલીના નેતા ફુલવિયો માર્તુસિલોએ કહ્યું કે પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ધમકી આપે છે.