વોશિંગ્ટનઃ રોબોટ માનવ ન કરી શકે તેવા ઘણા કામ કરતાં હોવાનું તો બધા જાણે જ છે, પરંતુ શું તમે ક્યારેય રોબોટને યોગાસન કરતાં જોયો છે? રોબોટને યોગ કરતો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાસ્તવમાં રવિવારે ટેસ્લાના હ્યુમેનોઇડ રોબોટ ઓપ્ટિમસનો એક જબરજસ્ત વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમા એક રોબોટ યોગ કરતો દેખાય છે. રોબોટને યોગ કરતાં પહેલી વખત જોવા મળે છે. આ વીડિયોમાં રોબોટ બિલકુલ માનવીની જેમ જ યોગ કરતો દેખાઈ રહ્યો છે. બિલિયોનેર બિઝનેસમેન એલન મસ્કની કંપની ટેસ્લાના આ હ્યુમેનોઇડ રોબોટ ઓપ્ટિમસને જોઈને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરાયેલા વીડિયો મુજબ ઓપ્ટિમસ હવે પોતાના હાથને અને પગને જાતે કેલિબ્રેટ કરવા સક્ષમ છે. તે સામાનોનું પણ તેની આગવી સૂઝથી વિભાગીકરણ કરી શકે છે. તેનું ન્યૂરલ નેટવર્ક સંપૂર્ણપણે ટ્રેઇન્ડ છે. આ વીડિયો જોનારા લોકોનું કહેવું છે કે ટેકનોલોજી શું-શું કમાલ કરી શકે છે તેની કલ્પના પણ કરી શકાતી નથી. 24 સપ્ટેમ્બરે શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તમે પણ આ http://surl.li/lnagq લિન્ક યુટ્યુબમાં સર્ચ કરીને આ વીડિયો નિહાળી શકો છો.