રંગીન મિજાજના બિલ ગેટ્સ વાઇલ્ડ પાર્ટીના શોખીનઃ નાઇટક્લબમાંથી સ્ટ્રિપર્સ પણ આવતી

Saturday 22nd May 2021 07:48 EDT
 
 

વોશિંગ્ટન: માઇક્રોસોફ્ટના સંસ્થપાક બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા ગેટ્સે ડિવોર્સની જાહેરાત કરી છે ત્યારથી ભાત ભાતની અટકળો થઇ રહી છે. આ બધા વચ્ચે બિલ ગેટ્સ પર પુસ્તકો લખનારા પત્રકારે જેમ્સ વોલેસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વોલેસનું કહેવું છે. કે ગેટ્સ એવી નાઇટ ક્લબમાં જતાં હતા જયાં અશ્લીલ ડાન્સ થાય છે. એટલું જ નહીં તેઓ સ્ટ્રિપર્સ પણ હાયર કરતા હતા.
એક ઇન્ટરવ્યુમાં જેમ્સ વોલેસે બિલ ગેટ્સના અંગત જીવન અંગે અનેક વાતો જણાવી છે. તેમણે જણાવ્યું કે બિલ વાઇલ્ડ પાર્ટીઓના શોખીન રહ્યા છે. તેઓ એવી નાઇટ ક્લબમાંમ જતા હતા, જ્યાં ન્યૂડ ડાન્સ થાય છે. તેઓ અનેક વાર ક્લબમાં ડાન્સ કરનારી સ્ટ્રિપર્સને હાયર કરીને પોતાના ઘરે પણ લાવ્યા હતાં. વોલેસના જણાવ્યા મુજબ હવે જોવાની વાત એ રહેશે કે શું બિલ ગેટ્સ ડિવોર્સ બાદ ફરીથી એ દુનિયામાં પાછા ફરે છે? પત્રકાર વોલેસે જણાવ્યું કે બિલ ગેટ્સના વોશિંગ્ટન અને સિએટ્લ સ્થિત ઘરોમાં ન્યૂડ પાર્ટીઓ થતી હતી. પોતાની જવાનીની દિવસોમાં માઇક્રોસોફટના ચેરમેન નાઇટક્લબ જતા હતા અને ત્યાંથી ડાન્સરને લઇને આવતાં હતા.
૧૯૯૦ના દાયકાઓમાં બિલ ગેટ્સના પર બે પુસ્તકો લખનારા વોલેસે એમ પણ કહ્યું કે બિલ ગેટ્સના રંગીન મિજાજની અસર મેલિન્ડા સાથેના તેમના સંબંધ પર પડી હતી. જ્યારે બિલ અને મેલિન્ડાનો પ્રેમ ચરમ પર હતો ત્યારે તેઓએ ફ્લર્ટ કરવાનું છોડ્યું ન હતું. તેમણે કહ્યું કે બિલ ગેટ્સ માઇક્રોસોફટને ક્વર કરનારી મહિલા પત્રકાર સાથે પણ નીકટ સંબંધો ધરાવતા હતા. જોકે તેમનો આ પક્ષ ક્યારેય મીડિયામાં આવ્યો નહીં કારણ કે કોઇ પણ માઇક્રોસોફ્ટ વિરુદ્વ નેગેટિવ ખબર છાપવા માંગવું નહતું.
વોલેસે જણાવ્યું કે લગ્ન પહેલા મેલિન્ડાનું નામ ફ્રેન્ચ હતું. એક સમય એવો પણ આવ્યો જ્યારે બિલ ગેટ્સ સાથે તેમનો સંબંધ લગભગ પૂરો થઇ ગયો હતો કારણ કે બિલ ગેટ્સના કોઇ કમિટમેન્ટ કરવાના મૂડમાં નહોતા જ્યારે ફ્રેન્ચ લગ્ન કરવા માંગતી હતી. જોકે ત્યાર બાદ સહમતિ બની ગઇ.
ઉલ્લેખનીય છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સના ડિવોર્સ અંગે અનેક અટકળો થઇ રહી છે. વચ્ચે એવા પણ ખબર હતા કે બિલ તેની જૂની ગર્લફેન્ડના સંપર્કમાં છે. આથી તેમણે મેલિન્ડા સાથે સંબંધ તોડી નાખ્યો છે. જ્યારે એક ચીની મહિલાનું નામ પણ સંકળાઇ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter