નવી દિલ્હીઃ યુનાઇટે આરબ અમીરાતે ભારતને અનોખી ભેટ આપી છે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને રમઝાન પહેલા 500 ભારતીયોની સજા માફ કરીને નવજીવન આપ્યું છે. રમઝાન પહેલા તેમણે કુલ 1,295 કેદીઓની તો વડાપ્રધાન શેખ મોહમ્મદે 1,518 કેદીઓની સજા માફ કરી છે.
યુએઈ સરકારનો નિર્ણય તે ભારતીય, કુટુંબો માટે રાહતના સમાચાર લઈ આવ્યો છે જે જેલની સજા કાપી રહ્યા હતા. ભારતીય દૂતાવાસે આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. આ નિર્ણય એક રીતે ભારત-યુએઈના સારા સંબંધોનું પરિણામ છે. વાસ્તવમાં યુએઈની સરકાર રમજાન પહેલા માનવીય આધારે કેદીઓની સજા માફ કરે છે. આ વર્ષે પણ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદે આ પગલું ઉઠાવતા 500 ભારતીયોની સજા માફ કરી તેમને નવજીવન આપ્યું છે.