કુઆલાલુમ્પુર: મલેશિયાના નવા સુલતાનને પસંદ કરવાની પ્રક્રિયા ચાલે છે. નવા સુલતાનના નામની જાહેરાત માટેની તારીખ સોમવારે જાહેર કરાશે. અત્યાર સુધી અહીં મોહમ્મદ પંચમ સત્તાના ઉચ્ચ પદે હતા. પરંતુ રશિયન સુંદરી સાથે વિવાહ બાદ તેઓએ સિંહાસન છોડી દીધું. સુલતાનનો કાર્યકાળ આમ તો પાંચ વર્ષનો હોય છે, પરંતુ પંચમ બે વર્ષ જ ઉચ્ચ પદે રહી શક્યા. રવિવારે તેઓએ ગાદી છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદથી સુલતાનનું દાયિત્વ તેઓના નાયબ રહી ચૂકેલા નજરીન શાહ નિભાવી રહ્યા છે. મલેશિયામાં રાજાશાહી બંધારણ છે. સુલતાનનું દાયિત્વ અહીં માત્ર ઔપચારિક જ છે, પરંતુ તેને સૌથી વધુ માન-સન્માન આપવામાં આવે છે. ત્યાં સુધી કે તેઓની ટીકા ઉપર પણ પ્રતિબંધ છે.