રશિયાની ૩૫ વર્ષની લેનિન્સક કુઝનેત્સકી તેના ૪ ફૂટ ૩ ઇંચ એટલે કે ૫૧ ઈંચ લાંબા વાળને સંવારવા માટે સપ્તાહમાં ૧૬ કલાકનો સમય ફાળવે છે. આમ તે વાળની લાંબી લટોની સાથે તેને જાળવવા માટે જે સમય ખર્ચે છે તેનો વિક્રમ પણ નોંધાવી શકે છે. તેણે રાપુન્ઝેલ સ્ટાઈલના લુક માટે ૨૦૧૧થી તેના વાળ સતત વધાર્યા હતા. તે સપ્તાહમાં ત્રણથી ચાર વખત ત્રણથી ચાર કલાકનો સમય તેના વાળની સારસંભાળ માટે લે છે. તે તેના વાળને સ્વસ્થ રાખવા ચુસ્ત હેરકેર રુટિનનું પાલન કરે છે. વાળ આટલા લાંબા હોવાનો ગર્વ હોવા છતાં તે સ્વીકારે છે કે ઘણી વખત તેમાં જૂ પડી જાય છે. આ જૂ તેની વાળની લટો અને તેમાં પણ વાળને જ્યાં બાંધવામાં આવ્યા હોય ત્યાં ભરાઈ જાય છે. આટલા લાંબા વાળ અને તેની સારસંભાળ પાછળ વપરાતા સમય બદલ તેની ઓનલાઈન ટીકા પણ થઈ છે, પરંતુ તેની તેને પરવા નથી. ૧૯૯૯માં તે ૧૩ વર્ષની હતી ત્યારે જ તેના વાળ ૧૨ ઈંચ લાંબા થઈ ગયા હતા. ૨૦૦૬માં તેના વાળ ૨૨ ઈંચ લાંબા થઈ ગયા હતા. આ પછી તેણે વાળ રંગવાનો નિર્ણય કર્યો હતો, જે તેને ભારે પડ્યો હતો. તેના વાળ નબળા પડી ગયા હતા જોકે આ પછી તેણે ૨૦૧૧માં વાળને રંગવાનું બંધ કરી દીધું હતું અને નૈસર્ગિક રીતે તેની સારસંભાળ લેવાનું શરૂ કર્યું હતું. અને આજે તેનું પરિણામ જોવા મળી રહ્યું છે.