રશિયા અને અમેરિકાએ શીત યુદ્ધ પછી સૌથી વધુ 26 કેદીઓની આપ-લે કરી છે. આ દરમિયાન યુએસમાં પ્રમુખ જો બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસે જ્યારે રશિયામાં પ્રમુખ વ્લાદિમીર પુતિને કેદીઓને આવકાર્યા હતાં. આ વચ્ચે ધ્યાન ખેંચે તેવી તસવીર પુતિન અને રશિયન જાસૂસ મનાતા વાદિમ ક્રાસિકોવની હતી. કહેવામાં આવે છે કે, પુતિને ક્રાસિકોવને છોડાવવા માટે જ અમેરિકાના કેદીઓને મુક્ત કર્યા હતા. 2019માં જર્મનીની સંસદ બહાર ચેચેનના પૂર્વ સૈનિકની ગોળી મારીને હત્યા કરવા બદલ ક્રાસિકોવને જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી.