મોસ્કો: રશિયામાં વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય એવિયેશન અને સ્પેસ શો ‘મેક્સ ૨૦૧૯’ ૩૦મી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધી ચાલ્યો હતો. તેમાં ભારત સહિત ૧૮૨ દેશની સંરક્ષણ અને એરો સ્પેસ ક્ષેત્રની ૮૦૦ મોટી કંપનીઓએ ભાગ લીધો હતો. તેમાં બ્રહ્મોસ એરો સ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. મોસ્કો નજીક ઝુકોવસ્કીમાં આયોજિત આ શોના પ્રથમ દિવસે ૨૦૦થી વધુ એરક્રાફ્ટ પ્રદર્શિત કરાયા હતા. તેમાં રશિયન સૈન્યનું પરિવહન વિમાન આઇએલ-૧૧૩ વીઈ, આઇએલ-૧૧૩ વીના એક્સપોર્ટ વર્ઝન પણ જોડાયા હતા. શોમાં ભારત ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ, બ્રાઝીલ, કેનેડા, ચીન, ચેક ગણરાજ્ય, એસ્ટોનિયા અને ઓસ્ટ્રિયાની કંપનીઓ સામેલ હતા.