નાકુર: રાષ્ટ્રપતિ હુરુ કેન્યાટ્ટા અને ઉપરાષ્ટ્રપતિ વિલિયમ રુટ્ટોએ સ્થાનિક સ્ટેડિયમમાં થેંક્સગિવિંગ પ્રેયરનું તાજેતરમાં આયોજન કર્યું હતું. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે તેમની ઉપરના દરેક આરોપો ફગાવી દીધા એ બદલ આ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન બન્નેના સમર્થકોએ તેમના નેતાઓ સાથે મુલાકાત માટે, હાથ મિલાવવા અને ફોટોગ્રાફ ખેંચાવા માટે કરીને સુરક્ષા ઘેરો તોડ્યો હતો. જેના કારણે સ્ટેડિયમમાં અંધાધૂધી થઈ હતી.