હનોઈઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૧૮મી નવેમ્બરથી ત્રણ દિવસ માટે વિયેતનામની મુલાકાતે હતા. કોવિંદ અહીં દા નાંગ પીપલ્સ સમિતિના નેતાઓને મળ્યા અને વાતચીત કરી હતી. પ્રવાસના બીજા દિવસે વિયેતનામનાં સૌથી મોટા શહેર દાનાંગમાં બનેલા ચામ મૂર્તિકલા સંગ્રહાલયની તેમણે મુલાકાત લીધી હતી. કોવિંદનાં પત્ની સવિતા કોવિંદ પણ આ સમયે તેમની સાથે હતાં. આ મ્યુઝિયમમાં ચોથીથી ૧૩મી શતાબ્દિ દરમિયાની કલાકૃતિઓ છે. અહીં રામ અને સીતાનાં લગ્નની કલાકૃતિ અને નકશીદાર શિવલિંગ પણ છે.