ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ સૈન્ય અધ્યક્ષ રાહીલ શરીફ સાઉદી અરબના નેતૃત્વવાળા સૈન્ય સંગઠનના કમાન્ડર હશે. તેમાં ૩૯ દેશોના સૈન્ય સામેલ છે. પાકિસ્તાની સરકારે જનરલ શરીફને પદ સંભાળવા માટે ૨૫મીએ મંજૂરી આપવામાં આવી છે. સૈન્ય આતંકવાદ સામે લડવા માટે તૈયાર કરાયું છે તેમાં ઇરાન સામેલ નથી.
સંરક્ષણ પ્રધાન ખ્વાઝા આસિફે જણાવ્યું કે એક ખાનગી કાર્યક્રમમાં સરકારે મંજૂરીની જાણકારી આપી. આસિફે જણાવ્યું કે તે વર્ષની શરૂઆતમાં ઉમરા માટે સાઉદી અરબ ગયા હતા. તેમણે ત્યાં ઓફિસરો સાથે બાબતે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે મેમાં સંગઠિત દેશોની બેઠક યોજાશે જેમાં જનરલ શરીફ આગળની રૂપરેખા રજૂ કરશે. સાઉદી અરબે જનરલ રાહીલ શરીફ, તેમની પત્ની અને બાળકોને ત્રણ વર્ષ માટે ખુલ્લા વિઝા આપ્યા છે. જે અંતર્ગત ક્યારેય સાઉદી અરબ જઇ શકે છે. દસ વર્ષમાં પ્રકારના વિઝા મેળવનારા પ્રથમ પાકિસ્તાની છે. તે ૨૦૧૩થી ૨૦૧૬ સુધી પાકિસ્તાનના સૈન્ય અધ્યક્ષ હતા.