રિશ્તા... દિલ સે

Wednesday 03rd November 2021 03:49 EDT
 
રોમ / ગ્લાસગોઃ કોરોના મહામારી બાદ પહેલી વખત રોમમાં યોજાયેલા જી-૨૦ શિખર સંમેલનમાં વિશ્વની ટોચની ૨૦ આર્થિક મહાસત્તાના શીર્ષ નેતાઓએ હાજરી આપી હતી. અમેરિકાના પ્રમુખ જો બાઇડેન, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનથી માંડીને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેંક્રો, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સહિતના દિગ્ગજ નેતાઓની હાજરી હતી. પરંતુ સહુની નજરના કેન્દ્રમાં હતા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી. શિખર સંમેલનની સમાંતરે મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે વ્યક્તિગત બેઠકો યોજી હતી, જેમાં તેમની વ્યક્તિગત ઘનિષ્ઠતા ઉડીને આંખે વળગતી હતી.
 અને સંબંધોની આ ઉષ્મા એકતરફી પણ નહોતી, સામેના મહાનુભાવના વાણી-વર્તનમાં પણ આવો જ ઉત્સાહ-ઉમળકો જોવા મળતો હતો.
વડા પ્રધાન મોદી આમ આદમીથી માંડીને વૈશ્વિક નેતાઓ સાથે સંબંધો કેળવવામાં આગવી કુનેહ ધરાવે છે તે જોતાં આ ભલે સહજ ગણાતું હોય, પરંતુ રાજદ્વારી વિશ્લેષકો સંબંધોની આ ઘનિષ્ઠતાને અલગ દૃષ્ટિકોણથી મૂલવે છે. તેઓ કહે છે કે બાઇડેન કે જ્હોન્સન જેવા શક્તિશાળી નેતાનો ઉષ્માપૂર્ણ અભિગમ એ પણ દર્શાવે છે કે આજે ભારત વિશ્વતખતે - ભૂતકાળમાં ક્યારેય નહોતું તેટલું - શક્તિશાળી બનીને ઉભર્યું છે.
એક મિટિંગ બાદ અમેરિકી પ્રમુખ એક મિત્રની જેમ મોદીના ખભે હાથ મૂકીને ચાલતા ચાલતા વાતો કરતા જોવા મળ્યા હતા તો પોપ ફ્રાન્સિસ સાથે પહેલી જ વ્યક્તિગત મુલાકાત હોવા છતાં બન્નેના વ્યવહારમાં ભારોભાર ઉષ્મા છલકતી હતી.
એક વિશ્વના સૌથી મોટા લોકતંત્રના વડા હતા તો બીજા કેથલિક ખ્રિસ્તી સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરુ. બન્ને વચ્ચે ૨૦ મિનિટની બેઠક શિડ્યુલ હતી, પરંતુ આ બેઠક એક કલાક લાંબી ચાલી હતી. પોપે ભારતમાં હાથ ધરાયેલા વેક્સિનેશન કાર્યક્રમ માટે વડા પ્રધાન મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. બન્ને નેતાઓની ચર્ચામાં વૈશ્વિક શાંતિ, પર્યાવરણ જેવા મહત્ત્વના મુદ્દા પણ સામેલ હતા. બેઠક દમિયાન મોદીએ પોપને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો છે.
પ્રમુખ બાઇડેન સાથેની મુલાકાત હોય, વડા પ્રધાન જ્હોન્સન સાથેની મુલાકાત હોય કે ખ્રિસ્તી સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત હોય, દરેક સાથેની બેઠકમાં એકમેક પ્રત્યે મુઠ્ઠીઉંચેરો આદરભાવ જોવા મળતો હતો. વડા પ્રધાન મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે વિકસાવેલા ગાઢ સંબંધોની ઝલક આ મુલાકાતમાં ઝલકતી હતી.

પોપને ભારત આવવા આમંત્રણ
જી-૨૦ દેશોની બેઠકમાં ભાગ લેવા ઇટલીની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શનિવારે પ્રવાસના બીજા દિવસે કેથલિક સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસની વેટિકન ખાતે મુલાકાત લીધી હતી. મોદી સાથે ભારતના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ જોડાયાં હતા. આમ તો મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચેની મુલાકાત ૨૦ મિનિટ માટે નક્કી કરાઈ હતી, પરંતુ તે એક કલાક સુધી ચાલી હતી.
મુલાકાત બાદ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત ઘણી ઉષ્માભરી રહી. મને તેમની સાથે ક્લાઈમેટ ચેન્જ, કોરોના મહામારી, ગરીબી નાબૂદી અને વિશ્વને વધુ સારું બનાવવા જેવા સંખ્યાબંધ મુદ્દા પર ચર્ચા કરવાની તક મળી.
આ મુલાકાતમાં પોપ ફ્રાન્સિસે કોરોના મહામારીમાં અન્ય દેશોને મદદ કરવા માટે ભારતની પ્રશંસા કરી હતી. મોદીએ ભારતના નાગરિકોને કોરોના રસીની એક બિલિયન ડોઝ કેવી રીતે અપાયા તેની માહિતી આપી હતી. મોદીએ વેટિકનના વિદેશ મંત્રી કાર્ડિનલ પાયેત્રો પેરોલિન સાથે પણ મુલાકાત કરી હતી.
પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસને ભારતની મુલાકાતે આવવા આમંત્રણ પાઠવ્યું હતું. પોપ ફ્રાન્સિસ ૨૦૧૨માં હોદ્દા પર આવ્યા ત્યારબાદ ભારતના વડા પ્રધાન સાથેની આ પહેલી મુલાકાત હતી. છેલ્લે વર્ષ ૧૯૯૯માં અટલ બિહારી વાજયેપી વડા પ્રધાન હતા ત્યારે તત્કાલીન પોપ જ્હોન પોલ - દ્વિતીય ભારતની મુલાકાતે આવ્યા હતા.
કેથલિક ખ્રિસ્તી સમુદાયના મુખ્ય ધાર્મિક કેન્દ્ર વેટિકન ખાતે પીએમ મોદી અને પોપ ફ્રાન્સિસે એક કલાક લાંબી મુલાકાત દરમિયાન એકબીજાને ગિફ્ટની આપલે કરી હતી. વેટિકન પહોંચતા જ પાપલ હાઉસના વડા મોન્સ. લિઓનાર્ડો સેપિએન્ઝાએ વડા પ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.
પોપ સાથેની મુલાકાત બાદ મોદી જી-૨૦ શિખર સમિટના ગ્લોબલ ઇકોનોમી એન્ડ ગ્લોબલ હેલ્થ સેશનમાં ભાગ લેવા રોમના રોમા કન્વેન્શન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. જ્યાં ઇટલીના વડા પ્રધાન મારિઓ દ્રાધીએ તેમનો આવકાર કર્યો હતો. અહીં જી-૨૦ દેશોના નેતાઓએ કોરોના વોરિયર્સની સાથે ઊભા રહીને ફેમિલી ફોટો લેવડાવ્યો હતો.

comments powered by Disqus

to the free, weekly Gujarat Samachar email newsletter