ન્યૂ યોર્કઃ મહાનગરમાં વિશ્વના સૌથી મોટા ડાયનાસોરના હાડપિંજરની અધધધ 372 કરોડ રૂપિયામાં હરાજી થઈ છે. અમેરિકામાં અત્યાર સુધી શોધાયેલા સૌથી મોટા સ્ટેગોસોરસ (ડાયનોસોર)નું આ હાડપિંજર છે. આ ડાયનાસોર 15 કરોડ વર્ષ જૂનો છે અને તેની ઊંચાઈ 11 ફૂટ જ્યારે લંબાઈ 27 ફૂટ છે. ડાયનાસોરના આ અવશેષોનું નામ ‘એપેક્સ’ છે. ‘એપેક્સ’ને અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી સંપૂર્ણ ડાયનાસોર હાડપિંજર તરીકે ગણાવાય છે. આ સાથે ‘એપેક્સ’ અત્યાર સુધીનું સૌથી મોંઘુ સ્ટેગોસોરસ બની ગયું છે.