થોડા દિવસ પૂર્વે જ ‘કોમેડિયન' નામનું એક આર્ટવર્ક 53 કરોડ રૂપિયાની અધધધ ઊંચી કિંમતે વેંચાયું હતું. આ મહામોંઘા આર્ટવર્કમાં એવું તે શું હતું?! દિવાલ પર સેલેટોપ વડે ચીપકાવાયેલું કેળું...! કેળાને ખરીદનાર હતો ક્રિપ્ટો કંપનીનો માલિક જસ્ટિસ સન. હવે સમાચાર છે કે જસ્ટિન સન આ કેળું આરોગીને સૌથી મોઘું કેળું ખાનાર વ્યક્તિ બની ગયો છે. આ પહેલા આર્ટિસ્ટને કેળુ વેચનાર લારીવાળા શાહ આલમે તેની ઊંચી કિંમત પર અફસોસ વ્યક્ત કર્યો હતો. 74 વર્ષના શાહ આલમે લગભગ 4 રૂપિયામાં આ કેળું ઈટાલિયન આર્ટિસ્ટ મોરિઝિયો કેટેલનને વેચ્યું હતું. શાહ આલમની વાત સાંભળીને જસ્ટિસ સને તેની પાસેથી એક લાખ કેળા ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે શાહ આલમે આ વાતને મજાક સમજીને શાહ આલમે તેને નકારી દીધી છે.