લક્ષ્મી મિત્તલે નાના ભાઈ પ્રમોદને રૂ. ૧૬૦૦ કરોડની મદદ કરી

Wednesday 03rd April 2019 10:39 EDT
 

નવી દિલ્હીઃ દેવાના ભારે બોજા હેઠળ દબાયેલા અનિલ અંબાણીની કંપની આરકોમે એરિક્સનનું રૂ. ૫૫૦ કરોડનું દેવું મોટા ભાઈ મુકેશ અંબાણીની મદદથી ચૂકવ્યું હતું. હવે અબજોપતિ સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલે નાણાભીંસ અનુભવતા પોતાના નાના ભાઈ પ્રમોદ મિત્તલને સંકટમાંથી ઉગારવા માટે તાજેતરમાં ૧૬૦૦ કરોડ રૂપિયાની મદદ કર્યાના અહેવાલ છે. પ્રમોદ પર સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનનું રૂ. ૨,૨૧૦ કરોડનું દેવું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter