કરાચીઃ પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ પૈકી ૯૩ ટકા હિન્દુ સિંધમાં વસે છે. જ્યાં ૧૨૫૩ ધાર્મિક સ્થળો છે જેમાં ૭૦૩ હિન્દુ મંદિર છે. ૫૨૩ ચર્ચ છે. ૬ ગુરુદ્વારા છે જ્યારે ૨૧ અહેમદી મુસ્લિમોની મસ્જિદો છે. તેના રક્ષણ માટે હાલ ૨૩૧૦ પોલીસ જવાનોને ગોઠવવામાં આવેલા છે. પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ લઘુમતીઓના ધર્મસ્થાનોને પૂર્ણ રક્ષણ આપવાની ખાતરી આપી તે પછી સિંધની સરકારે યોજના બનાવી છે કે, પાકિસ્તાનના સિંધમાં ધાર્મિક લઘુમતીઓ, હિન્દુ, શીખ, ખ્રિસ્તીના ધર્મસ્થાનોની સલામતી માટે તેમાં સી.સી.ટી.વી. કેમેરા ગોઠવશે.