દુબઇમાં રણ વિસ્તારમાં જાયન્ટ ટ્વિન હાર્ટ શેપમાં તૈયાર કરાયેલું લવ લેક સહેલાણીઓ તથા ફોટોગ્રાફી શોખીનો માટે નવું આકર્ષણ બની રહ્યું છે. આશરે ૫૫ હજાર ચોરસ મીટર એરિયામાં બનેલું લવ લેક એટલું વિશાળ છે કે અવકાશમાંથી પણ દેખાતું હોવાનું ગૂગલ મેપ્સ જણાવે છે. લેકની આસપાસ ૧૬ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક વૃક્ષની ડાળીઓની મદદથી લેક નજીક LOVE લખાયેલું છે. દુબઇના ક્રાઇન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે લવ લેકની ડ્રોન વડે લેવાયેલી કેટલીક તસવીરો ઇન્સ્ટ્રાગ્રામ પર 'To all of you' મેસેજ સાથે શેર કર્યા બાદ આ લેકની ઘણી પબ્લિસિટી મળી હતી. લેક પરિસરમાં ફોટોગ્રાફી માટે હાર્ટ શેપની વૂડન ફ્રેમ્સ પણ બનાવવામાં આવી છે. તો હવે બીજી વાર દુબઇ પ્રવાસે જાઓ ત્યારે આ સરોવરની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.