મહાકાલી નદી બે ધારાના જોડાણથી બને છે. એક શાખા લિપુલેખના ઉત્તર-પશ્વિમી લિમ્પિયાધૂરાથી નીકળે છે અને બીજી શાખા દક્ષિણ લિપુલેખની નીકળે છે. નેપાળ ઉત્તર-પશ્વિમી શાખાને મુખ્ય માને છે અને કાલાપાની, લિમ્પિયાધૂરા તથા લિપુલેખને પોતાના વિસ્તારો માને છે. જ્યારે ભારત દક્ષિણની શાખાને મુખ્ય માને છે. તેના પગલે આ તમામ વિસ્તારો ભારતમાં હોવાનું જણાવાય છે. ભારત પાસે તેના નક્કર દસ્તાવેજી પુરાવા પણ છે. બીજી તરફ સમયાંતરે નેપાળના મુદ્દે વિવાદ ચગાવતો રહ્યાો છે.
કાલાપાની વિવાદ અંગે તમે જે જાણવા માગો છો તે...
• સવાલઃ લિપુલેખ ક્યાં આવ્યું અને તેનું મહત્ત્વ શું છે?
જવાબઃ લિપુલેખ ભારત, નેપાળ અને ચીનની સરહદ સાથે જોડાયેલો વિસ્તાર છે. ૧૭,૦૬૦ ફૂટની ઉંચાઇને આવેલો આ વિસ્તાર કૂટનીતિક રીતે મહત્ત્વનો છે. દર વર્ષે ભારત-ચીન વચ્ચે અહીં રસ્તા માર્ગે વેપાર થાય છે અને નેપાળ તેનો વિરોધ કરે છે.
• સવાલઃ હાલમાં કેમ વિવાદ સર્જાયો?
જવાબઃ ભારતે યાત્રીઓ અને સ્થાનિક વેપારીઓને સવલત માટે અહીંયા ૮૦ કિ.મી.નો રસ્તો બનાવ્યો તેથી. આનાથી કૈલાસ માનસરોવર યાત્રાનો માર્ગ પણ ટુંકો થઇ ગયો અને ૮૦ ટકા યાત્રા ભારતના વિસ્તારોમાંથી શક્ય બની. નેપાળમાંથી બે માર્ગે કૈલાસ માનસરોવર યાત્રા થતી હતી, જેનું અંતર હવે ઘટી જવાનું.
• સવાલઃ નેપાળને અત્યારે જ વિરોધ કેમ યાદ આવ્યો?
જવાબઃ નેપાળ સમગ્ર લિપુલેખને પોતાનું માને છે. ભારતે રસ્તો બનાવતા વિરોધ નોંધાવ્યો. તે અગાઉ પણ ફરિયાદ કરતું રહ્યું છે.
• સવાલઃ આ વિસ્તારના ભાગ પડેલા છે?
જવાબઃ ભારત અને નેપાળ વચ્ચે બ્રિટિશ શાસનકાળ દરમિયાન ૧૮૧૬માં સુગૌલી સંધિ થઇ હતી, જે અંતર્ગત પ્રદેશની સરહદ નક્કી થઇ હતી. મહાકાલી નદીના પશ્ચિમ વિસ્તાર ભારત હસ્તક છે જયારે પૂર્વ વિસ્તાર નેપાળ હસ્તક છે.