ત્રિપોલીઃ સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે, ગત મહિને ખલિફા હફ્તારની સેનાએ લીબિયાની રાજધાની ત્રિપોલી પર કરેલા હુમલામાં અંદાજે ૩૯૨ લોકો મૃત્યુ પામ્યા છે. અને ૧૯૩૬ લોકોને ઈજાઓ પહોંચી છે. આ ઉપરાંત હુમલાને કારણે ૫૦,૦૦૦થી પણ વધારે લોકોને વિસ્થાપન માટે મજબૂર થવું પડ્યું છે.