લૂઈસ વિટ્ટનના સ્ટાર ડિઝાઈનર વર્જિલ આબ્લોહનું કેન્સરથી નિધન

Sunday 05th December 2021 05:27 EST
 
 

વોશિંગ્ટન: વિશ્વની અગ્રણી ફેશન બ્રાન્ડ લૂઈસ વિટ્ટને તેના સ્ટાર ડિઝાઇનર વર્જિલ આબ્લોહને ગુમાવ્યો છે. ઘાનાથી અમેરિકા આવીને વસેલા પિતાનો અમેરિકામાં જન્મેલો પુત્ર વર્જિલ આબ્લોહ ફક્ત ૪૧ વર્ષની વયે કેન્સરના રેર ગણાતા પ્રકાર - કાર્ડિયાક એન્જિઓસાર કોમાનો ભોગ બન્યો છે. વર્જિલ ફેશનજગતનો હાઇએસ્ટ પ્રોફાઈલ ધરાવતો બ્લેક ડિઝાઇનર ગણાતો હતો અને લૂઈસ વિટ્ટનના મેન્સવેર કલેકશનની પાછળ તેનું ક્રિએટિવ માઇન્ડ હતું. તે છેલ્લા બે વર્ષથી કેન્સર સામે લડતો હતો. જોકે આખરે રવિવારે તે જિંદગી સામેનો જંગ હારી ગયો હતો અને છેલ્લા શ્વાસ લીધા હતા.
ડીજે અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા આબ્લોહ વિશ્વની સૌથી મોટી લકઝરી બ્રાન્ડ વિટ્ટનમાં માર્ચ ૨૦૧૮થી મેન્સ આર્ટિસ્ટિક ડિરેક્ટર તરીકે કાર્યરત હતો. આબ્લોહે ઇટાલિયન લકઝરી સ્ટ્રીટવેર લેબલ ઓફ વ્હાઇટની શોધ કરી હતી, જેમાં LVMHએ આ વર્ષની શરૂઆતમાં ૬૦ ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. નોંધનીય છે કે આબ્લોહ રેર અને ફેશન ઢિઝાઇનર કેન્યે વેસ્ટ(Ye)નો ભૂતપૂર્વ સહયોગી પણ હતો. લૂઈસ વિટ્ટનના અબજોપતિ માલિક બર્નાર્ડ આર્નોલ્ટે પોતાના શ્રેષ્ઠ ડિઝાઈનરને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે વર્જિલ એક મહાન ડિઝાઇનર અને વિઝનરી જ ન હતો, તે એક સુંદર આત્મા અને મહાન વિદ્વાન પણ હતો. ૧૯૮૦માં શિકાગો નજીકના એક પરામાં જન્મેલા આબ્લોહ અને તેની બહેનનો ઉછેર રોકફર્ડ-ઇલિનોઇમાં થયો હતો. ૨૦૧૮ના ‘વોગ’ મેગેઝિનના પ્રોફાઈલ અનુસાર તેની માતા એનિસ આબ્લોહે તેને બાળપણમાં આર્ટનું પાયાનું શિક્ષણ આપ્યું હતું.
આબ્લોહ ૨૦૧૮માં લુઈસ વિટ્ટનમાં જોડાયો તે સાથે જ સ્ટ્રીટવેર અને હાઇએન્ડ ફેશનનો સંગમ થયો હતો. તેના આગમન સાથે વિટ્ટનના કેટલાક લેબલમાં પ્રાણ ફૂંકાયા હતા, જેણે યુવાન ગ્રાહકોને આકર્ષિત કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter