ઈસ્લામાબાદઃ વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનના વડા પ્રધાન બનવા જઈ રહેલા પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનને ભેટમાં બેટ મોકલાવ્યું છે. મોદીએ આ બેટ ઉચ્ચાયુક્ત અજય બસારિયાને હસ્તે પાકિસ્તાન મોકલાવ્યું છે. મોદીએ બેટમાં એક સંદેશ પણ લખ્યો છે. ખાસ વાત એ છે કે આ બેટમાં આખી ભારતીય ટીમના ખેલાડીઓના હસ્તાક્ષર છે. પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનની ૧૮મી ઓગસ્ટની શપથવિધિ માટે મહેમાનોને આમંત્રણપત્રો પાઠવવામાં આવી રહ્યાં છે. ઈમરાન ખાન પંજાબ સરકારના પ્રધાન અને પૂર્વ ટેસ્ટ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુને શપથગ્રહણમાં સામેલ થવાનું આમંત્રણ મોકલાવ્યું છે. સિદ્ધુની સાથે કપિલ દેવ, સુનિલ ગાવસ્કર તથા આમિર ખાનને પણ આમંત્રણ મળી ચૂક્યું છે.