નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇંડિયા (આરબીઆઇ) બાદ હવે વર્લ્ડ બેન્કે પણ ભારતના જીડીપી ગ્રોથના અંદાજમાં ઘટાડો કર્યો છે. વર્લ્ડ બેન્કે જીડીપી વૃદ્ધિનું અનુમાન 8.7 ટકાથી ઘટાડીને 8 ટકા કર્યું છે. આરબીઆઈ બાદ વિશ્વ બેંકે પણ મોંઘવારીનો ઉલ્લેખ કર્યો છે, જેના કારણે અર્થવ્યવસ્થાના વિકાસને બ્રેક લાગી શકે છે. વર્લ્ડ બેન્કે રશિયા-યૂક્રેન યુદ્ધને કારણે પુરવઠા સેવાઓમાં સમસ્યાને મોંઘવારી વધવાનું કારણ ગણાવ્યું છે. વર્લ્ડ બેંકે અફઘાનિસ્તાન માટે પણ જીડીપી વૃદ્ધિ અંદાજમાં ઘટાડો કર્યો છે. હવે નવો અંદાજ 6.6 ટકા છે. તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ જીડીપી વૃદ્ધિ અંદાજમાં ઘટાડો કર્યો હતો.