વાનકુંવરમાં વિન્ટર ફેરનો આરંભ

Sunday 17th December 2023 11:41 EST
 
 

કેનેડાના બ્રિટિશ કોલંબિયાના વાનકુંવર ખાતે પેસિફિક નેશનલ એક્ઝિબિશન (પીએનઇ) વિન્ટર ફેરનો આરંભ થયો છે. આ મેળો ક્રિસમસ વેકેશન ગાળવાનું મોટું આકર્ષણ કેન્દ્ર હોય છે. બરફ અને રોશનીનો સમન્વય સાધીને મેળામાં અનેક રચનાઓ ઊભી થઇ ચૂકી છે. બાળકો લાઇટ ટનલમાં ચાલવાનો આનંદ લઇ રહ્યા છે તો લાઇટ ટનલમાં ચાલતી ટ્રેનમાં બેસવાનો પણ એક અનેરો આનંદ છે. મેળામાં સ્કેટિંગ અને આઇસ ડમ્પર કારની મોજ માણવા ઉપરાંત સાન્તા ક્લોઝની હાજરી પણ ખરી. બાળકો અને મોટેરા માટે સાન્તા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. મેળામાં થતી પ્રકાશ રચનાઓ આગંતુકોને મંત્રમુગ્ધ કરી દે છે. ક્રિસમસ શરૂ થતાં સુધી આ મેળો ચાલતો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter