તેમણે ઉદ્યોગપતિઓને રાહત આપવા માટે ચાર વર્ષ સુધી કરવેરા નહીં વધારવાની પણ ખાતરી આપી છે. આ વર્ષે ૨૦૦ બિલિયન ડોલર રશિયામાંથી બહાર ગયા હોવાની શંકા છે. તેના કારણે મંદી આવવાની અને દેશના અર્થતંત્ર પર જોખમ ઊભું થયું છે. સંસદના બંને ગૃહોમાં આપેલા પોતાનાં વાર્ષિક સંદેશામાં પુતિને રશિયાના લોકોને આત્મનિર્ભર થવા માટેની અપીલ કરી છે. તેમણે સેન્ટ્રલ બેન્ક અને સરકારને પણ કહ્યું કે વિદેશી હુંડિયામણ બજારની અટકળોને પણ કાબૂમાં લે. તેમણે જણાવ્યું કે રશિયા ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ક્રૂડની કિંમત ઘટવાથી અને વિદેશીઓ દ્વારા પ્રતિબંધ લગાવ્યા હોવાને કારણે ગંભીર અસર પડી છે.