વોશિંગ્ટન: અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે. તેઓ શાંઘાઇ અને બેઇજિંગમાં ચીનના અધિકારીઓ સાથે દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર વાતચીત કરશે. એક વર્ષ બાદ ચીન જઈ રહેલા બ્લિકન ઇઝરાયલ-હમાસ સંઘર્ષ, યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધ સહિત જુદા જુદા વિષય પર વાતચીત કરશે તેમ મનાય છે.