નવી દિલ્હીઃ ભારત સરકારે વિદેશમાં ફસાયેલા પ્રવાસી ભારતીય નાગરિક (OCI) કાર્ડધારકોને પસંદગીના શ્રેણી હેઠળ દેશમાં પરત ફરવા મંજૂરી આપી છે.
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર જેમને ભારત આવવા અનુમતિ અપાઇ છે, તેમાં એવા OCI કાર્ડધારકો છે જેઓ પરિવારમાં કટોકટીની સ્થિતિને કારણ ભારત આવવા માંગે છે.
વિદેશમાં જન્મેલા ભારતીય નાગરિકોના બે સગીર બાળકોને પણ ભારત આવવાની પરવાનગી અપાઇ છે, જેઓ OCI કાર્ડ ધરાવે છે. તે ઉપરાંત એ દંપતીને પણ ભારત આવવા મંજૂરી અપાઇ છે. જેમનામાંથી એક પાસે OCI કાર્ડ છે અને બીજો ભારતીય નાગરિક છે તેમજ તેમનું ભારતમાં કોઇ સ્થાયી નિવાસ છે.
કઇ ૪ શ્રેણીને રાહત?
• જેઓ સગીર બાળકોને ભારત લઇ આવવા માંગે છે. ભલે બાળકો વિદેશમાં જન્મ્યા હોય. • પરિવારમાં કોઇનું મૃત્યું થયું હોય અને ઇમરજન્સીમાં આવવા માંગે છે. • પતિ-પત્નીમાંથી એક પાસે ઓસીઆઇ કાર્ડ હોય અને બીજો માત્ર ભારતીય નાગરિક હોય. • વિદેશમાં ભણતા યુનિવર્સિટીના વિદ્યાર્થી જેમના માતા-પિતા ભારતમાં હોય.