વોશિંગ્ટનઃ હાર્વર્ડ અને એમઆઇટી સહિત અમેરિકાની ૬૫ યુનિવર્સિટીઓએ ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ વર્ષે ઓગસ્ટમાં જાહેર કરાયેલી નવી વિદ્યાર્થી વિઝાનીતિને કોર્ટમાં પડકારી છે. તેમનું કહેવું છે કે તેનાથી અમેરિકાની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને આંચકો લાગશે. ચીન, કેનેડા અને રશિયાને કારણે પહેલાં જ અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. વિદેશી વિદ્યાર્થીઓના કિસ્સામાં વર્ષ ૨૦૦૦માં અમેરિકાની હિસ્સેદારી ૨૩ ટકા હતી, જે ૨૦૧૨માં ઘટીને ૧૬ ટકા થઈ ગઈ છે. યુનિવર્સિટીઓનું કહેવું છે કે વિદેશી વિદ્યાર્થીઓને વધુ દિવસો સુધી અમેરિકામાં રહેવા ઉપર પ્રતિબંધ મૂકવો દેશનાં હિતમાં નથી.