નવી દિલ્હીઃ ભારતીયો દ્વારા ૧૯૮૦થી લઈને ૨૦૧૦ વચ્ચેના ૩૦ વર્ષમાં વિદેશોમાં આશરે ૧૭, ૨૫, ૩૦૦ કરોડ એટલે કે રૂ. ૨૪૮.૪૮ અબજ ડોલરથી લઈને ૪૯૦ અબજ ડોલર એટલે કે આશરે રૂ. ૧૪,૩૦,૦૦૦ કરોડનું બ્લેકમની ભારત બહાર મોકલવામાં આવ્યું હોવાનો અંદાજ છે.
ત્રણ અલગ અલગ સંસ્થાઓ એનઆઈપીએફપી, એનસીએઆઈઆર તેમજ એનઆઈએફએમનાં અભ્યાસમાં ઉપર મુજબની વિગતો જાણવા મળી હતી. સોમવારે લોકસભામાં ફાઇનાન્સ અંગેની સ્ટેન્ડિંગ કમિટીનાં રિપોર્ટમાં આ ત્રણેય સંસ્થાઓના તારણોને રજૂ કરાયા હતા. જે સેકટરમાં બ્લેકમની સૌથી વધુ જણાયું છે તેમાં રિયલ એસ્ટેટ, સમાઇનિંગ, ફાર્માસ્યુટિકલ, પાનમસાલા, ગુટકા તમાકુ, સોના ચાંદી, કોમોડિટી, ફિલ્મ તેમજ એજ્યુકેશનની સમાવેશ થાય છે.
કોઈ વિશ્વાસપાત્ર
અનુમાન નહીં
આ બધા વચ્ચે બ્લેકમની અંગે કોઈ વિશ્વાસપાત્ર અનુમાન મળતું નથી. કમિટીએ સ્ટેસ ઓફ અનએકાઉન્ટેડ ઇનકમ, વેલ્થ બોલ ઇન્સાઇડ એન્ડ આઉટસાઇડ ધ કન્ટ્રી. અ ક્રિટિકલ એનાલિસિસ નામના રિપોર્ટમાં જણાવ્યું છે કે બ્લેકમનીમાં સર્જન કે એકઠા કરવા મુદ્દે કોઈ નક્કર તારણો નથી. સાચો અંદાજ દર્શાવવા કોઈ નક્કર પદ્ધતિ પણ નથી. તમામ અનુમાન બુનિયાદી સ્તરની ગમતરીની પદ્ધતિથી કરાય છે. જેમાં એકરૂપતા કે તપાસની પદ્ધતિમાં સર્વસંમતિ જોવા મળી નથી. બીજી તરફ રિપોર્ટમાં જણાવ્યા મુજબ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનમિક રિસર્ચના જણાવ્યા મુજબ ભારતમાં ૧૯૮૦થી ૨૦૧૦ વચ્ચે રૂ. ૨૬,૮૮,૦૦૦ કરોડથી લઈને રૂ. ૩૪,૩૦,૦૦૦ કરોડની બ્લેકમની વિદેશ મોકલાઈ હતી.